આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના: ₹ 1 લાખની લોન માટે આવતીકાલ (21-મેં) થી કરી શકશો અરજી.



💥 આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના નું ફોર્મ જાહેર
🔺મળશે એક લાખ રૂપિયાની લોન માત્ર 2% ના વ્યાજ દર પર
🗳️6 મહિના સુધી લોન ભરવાની મુક્તિ

📝ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

📓પ્રેસનોટ વાંચવા  અહીં ક્લિક કરો. 

📖ગાઇડલાઇન વાંચવા અહીં ક્લીક કરો.


ગાંધીનગર: કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના પગલે ઉભી થયેલી સંકટની સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી રાજ્યના નાના વેપારીઓ, કારીગરો અને મજૂર વર્ગના ધંધા-રોજગારને પુન:પાટા પર લાવવાના ઉદ્દેશ્યથી “આત્મનિર્ભર ગુજરાત સહાયતા યોજના”ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. 2 ટકાના વાર્ષિક વ્યાજે આપવામાં આવી રહેલા આ લોન માટે આગામી 21-મેથી અરજી કરી શકાશે.

આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જાણકારી આપતા જણાવ્યું કે, આગામી 21-મેથી લઈને 31-ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. આ અરજી રાજ્યની અંદાજે 1 હજાર જેટલી જિલ્લા સહકારી બેંકની શાખાઓ, 1400 શહેરી સહકારી બેંક અને 7 હજારથી વધુ ક્રેડિટ સોસાયટી સહિત 9 હજાર સ્થળો પરથી પ્રાપ્ત થઈ શકશે. જેમાં 10 લાખ લોકોને ત્રણ વર્ષ માટે આ લોન કોઈ પણ ગેરન્ટી વિના આપવામાં આવશે. જેમાં ધોબી, નાયી, પ્લંબર, ઈલેક્ટ્રિશિયન, નાના દુકાનદાર, રિક્ષા ચાલકો જેવા લોકોને લોન આપવામાં આવશે.
આ લોન મેળવવા માંગતા લાભાર્થીઓએ માત્ર એક અરજી કરવાની રહેશે. જેના આધારે તેમને લોન મળશે. આ યોજના અતર્ગત મળેલી લોનમાં 6 મહિના સુધી કોઈ હપ્તો ભરવાનો નહીં રહે.

SHARE

Milan Tomic

Hi. I’m Designer of Blog Magic. I’m CEO/Founder of ThemeXpose. I’m Creative Art Director, Web Designer, UI/UX Designer, Interaction Designer, Industrial Designer, Web Developer, Business Enthusiast, StartUp Enthusiast, Speaker, Writer and Photographer. Inspired to make things looks better.

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment