ઝોન મુજબ સમજો છૂટછાટ અને પ્રતિબંધ
રેડ ઝોનમાં છૂટછાટ
- રેડ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં માત્ર જીવન જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓનું (દૂધ, કરિયાણા, દવા, શાકભાજી અને ફ્રૂટ) વેચાણ થઈ શકશે અન્ય કોઈ જ ઓફીસ કે દુકાને શરૂ કરી શકાશે નહીં.(ગાંધીનગર, ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટ) રાજકોટ ઓરેન્જ ઝોન હોવા છતાં તકેદારીના કારણોસર ત્યાં રેડ ઝોન મુજબના નિયમોનું પાલન કરશે.
ઓરેન્જ ઝોનમાં છૂટછાટ
- ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, ચા ની દુકાન, બ્યુટી પાર્લર અને ટેક્સી અને કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે. કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર(1+2) જ બેસી શકશે. (રાજકોટમાં આ છૂટછાટ નહીં મળે)
ગ્રીન ઝોનમાં છૂટછાટ
- ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, ચા ની દુકાન અને ટેક્સી-કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે. કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર (1+2) જ બેસી શકશે. તે ઉપરાંત વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ST બસ સેવા શરૂ કરી શકાશે. (30થી વધુ મુસાફર હશે તો ડ્રાઈવર કંડકટર સામે ગુનો દાખલ કરાશે)
રેડ, ઓરેન્જ અને ગ્રીન ત્રણમાંથી એક પણ ઝોનમાં હજુ બે અઠવાડિયા સુધી પાન-મસાલાના ગલ્લા અને લિકર શોપ શરૂ કરી શકાશે નહીં. જાણો તમારો જિલ્લો કયા ઝોનમાં છે.
0 comments:
Post a Comment